રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત14 જુલાઈ, 2026| Super Admin

અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત

અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત

અમીરગઢ તાલુકાના પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર ગંગાસાગર પાટિયા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને એનએચએઆઈ પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, સારવાર દરમિયાન ત્રણ ઘાયલ પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. અન્ય બે ઘાયલોની સારવાર હાલ ચાલુ છે.અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ પી.આઈ.બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે એમ્બ્યુલન્સ અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો.પી.આઈ. ગોહિલના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સનો ડ્રાઇવર જોધપુરથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહ્યો હતો, જેમાં મૃતદેહ સાથે પરિવારના સભ્યો પણ હતા. તેમાંથી એકનું મોત થયું છે અને બેની સારવાર ચાલી રહી છે. જોકે, તેમના સબંધીઓ આવે તે પછી જ સાચી હકીકત બહાર આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર