રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત14 જુલાઈ, 2026| Super Admin

ડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ડીસા તાલુકાના ભોયણ ગામમાં જમીન સંબંધિત વિવાદ અને સતત માનસિક ત્રાસના કારણે યુજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી બે પાનાની હસ્તલિખિત સુસાઇડ નોટના આધારે ડીસા રૂરલ પોલીસે ગામના બે શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોયણ ગામે આદર્શ નિવાસી શાળા સામે પ્રીતિનગર રોડ પર રહેતા અને ડીસા યુજીવીસીએલમાં નોકરી કરતા ભરતભાઈ ખેંગારભાઈ પ્રજાપતિ (ઉ.વ. 46) 10 જુલાઈની રાત્રે નોકરી પરથી ઘરે આવી પરિવાર સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા.બીજા દિવસે સવારે તેઓ ખાટલા પર ન મળતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમના ભાઈને વોટ્સએપ પર મોકલેલા સંદેશમાં ઘરની પાછળ હોવાની જાણ થતાં પરિવાર ત્યાં પહોંચ્યો હતો, જ્યાં ભરતભાઈ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી મોબાઇલના કવરમાંથી બે પાનાની હસ્તલિખિત સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં ભરતભાઈએ ખેતરમાં જવાના રસ્તા, શેઢા અને નહેરના ઢાળિયા બાબતે ગામના સોમાભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ રેવાભાઈ પ્રજાપતિના સતત માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનું પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ મામલે મૃતકના નાના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ડીસા રૂરલ પોલીસે બંને આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરતભાઈના અવસાનથી તેમના ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

સંબંધિત સમાચાર