થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો હતો. જોકે આ પગલુ કેમ ભર્યુ છે તે સહિતના સવાલો ચર્ચામાં યથાવત રહ્યા છે. થરાદમાં ચુડમેર પુલથી આગળ ટાંકાની સામે નર્મદા કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતુ કે, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના જમણા હાથ પર સ્ટાર ટેટુ જોવા મળ્યું હતુ. જેના આધારે તપાસ કરતાં મૃતક થરાદના પ્રવિણભાઇ ભીખાભાઈ રાવળ (ઉ.વ.40) અને ત્રણ દીકરીઓના પિતા હોવાનું સામે આવ્યું હતુ. જોકે મોતનું કારણ પણ હજી અકબંધ રહ્યુ છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Narmada canal#Community Impact#Emergency Services#Suicide Prevention#Family Tragedy#Mental Health Concerns#Fire Department Response#Tragic Incident#Death investigation#Police Inquiry#Pravinbhai Bhikhabhai Rawal#Unexplained Circumstances#Father of Three Daughters
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
18 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
