રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 જુલાઈ, 2026| Super Admin

બટાટાના ભાવ ઘટતાં ખેડૂતોની કફાડી હાલત: ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

બટાટાના ભાવ ઘટતાં ખેડૂતોની કફાડી હાલત: ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સાત દિવસમાં સહાય પેકેજ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચેતવણી

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાના બજાર ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. મોંઘા ખાતર દવા, કીમતી બિયારણ, મજૂરી અને ધિરાણ લઈને પાક તૈયાર કરી કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાટાના યોગ્ય ભાવ ન મળતા અને કોલ્ડ સ્ટોરેજના ભાડાં તેમજ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો ભારે આર્થિક અને માનસિક તણાવમાં સરકી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને તાકીદે વિશેષ 'સહાય પેકેજ' જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

38.jpg 204.72 KB
ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. આવેદનપત્ર આપ્યાના સાત દિવસની અંદર જો સરકાર ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર નહીં કરે, તો સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલન દરમિયાન ઊભી થનારી તમામ વિષમ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર