રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા પોલીસ સક્રિય; ચાઈનીઝ દોરી અને તુક્કલનું વ્યાપક ચેકિંગ

બનાસકાંઠા પોલીસ સક્રિય; ચાઈનીઝ દોરી અને તુક્કલનું વ્યાપક ચેકિંગ
પતંગની દુકાનોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે: બનાસકાંઠા જિલ્લામાં આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સક્રિય થઈને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વડાની સૂચના અનુસાર, જિલ્લાભરમાં પતંગની દુકાનોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પતંગની દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ચેકિંગનો મુખ્ય હેતુ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર અંકુશ લગાવવાનો છે, જે ઉત્તરાયણ દરમિયાન માનવ અને પશુ-પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. પોલીસના આ પગલાંથી વેપારીઓમાં પણ સતર્કતા આવી છે અને પ્રતિબંધિત સામગ્રીના વેચાણથી દૂર રહેવાનું વલણ જોવા મળી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે જો કોઈ વેપારી પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી કે તુક્કલ મળશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર