રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત મકાન ધરાશાયી; જાનહાનિ ટળી

પાટણમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત મકાન ધરાશાયી; જાનહાનિ ટળી

મોટા ટાકવાડા વિસ્તારમાં બે મોટા ભુવા પડતા બાજુમાં આવેલ મકાનો પડે તેવી વકી

પાલિકા તંત્ર જર્જરીત મકાનનો સર્વે હાથ ધરી જજૅરીત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને ફરજ પાડે તેવી લોક માંગ ઉઠી

પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જર્જરીત બનેલા મકાનો ધરાશાયી બનવાની ધટનાઓ પ્રકાશમાં આવવા પામી છે. પાટણ શહેરમાં શુક્રવારની રાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરના વીજળી કુવા વિસ્તારમાં હીરા મોતીની ખડકી પાસે જર્જરીત હાલતમાં ઉભેલ એક મકાન ધરાશાયી થતાં અફડાતફડી મચી જવા પામી હતી.

30.jpg 168.15 KB
જોકે આ મકાન ધરાશાયી બન્યું ત્યારે સ્થળની આજુબાજુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાન હાની ટળી હતી. તો બીજી તરફ શહેરના મોટા ટાકવાડા વિસ્તારમાં  વરસાદના કારણે બે મોટા ભુવા પડવાની સમસ્યા સર્જાતા બાજુમાં રહેલા બે મકાનો પણ પડી જવાની સ્થિતિ એ ઊભા છે.
31.jpg 204.23 KB
 ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં જજૅરીત બનેલા અને પડવાના વાકે ઉભેલા મકાનોનો સર્વે હાથ ધરી આવા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે મકાન ઉતારી લેવાની ફરજ પાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર