રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 એપ્રિલ, 2025| Super Admin

ખેલ સહાયકની કાયમી ભરતી કરવાની માંગ; પાલનપુર ખાતે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ખેલ સહાયકની કાયમી ભરતી કરવાની માંગ; પાલનપુર ખાતે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકો ને કાયમી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી; બનાસકાંઠાના ખેલ સહાયકો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને ખેલ સહાયકોએ કાયમી કરવાની માંગ સાથે  કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અન્ય ભરતીની જેમ ખેલ સહાયકની કાયમી ભરતી કરવા વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર માંગ કરી હતી. ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખુબજ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં યોગ અને રમત ગમત ક્ષેત્રે રૂચિ વધે તે માટે સરકાર દ્વારા ખેલ સહાયક પ્રોજેક્ટ લાવ્યા છે. આ પ્રોજેક્ટમાં ધો. 1થી 12 સુધી ની સરકારી શાળાઓમાં ખેલ સહાયકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા નવી ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતમાં ખેલ સહાયકોની ભરતીનો ઉલ્લેખ કરાયો નથી. જેથી અન્ય ભરતી ની જેમ ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી વ્યાયામ શિક્ષકો દ્વારા માગ ઉઠી છે. ત્યારે બનાસકાંઠાના ખેલ સહાયકોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી. તેમજ જો સરકાર દ્વારા ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉ.ગુ. વ્યાયામ,અઘ્યાપક મંડળના પ્રમુખ પ્રો.ડો.આર ડી ચૌધરીએ ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર