રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

ડીસા પોલીસે NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો

સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના અનુસંધાનમાં, ડીસા શહેર ઉત્તર પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) ના NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલ સહ-આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસોએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) માં નોંધાયેલ ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ વિ. મુજબના ગુનામાં સહ-આરોપી તરીકે સંડોવાયેલ અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોર, (રહે. ડીસા નેહરુનગર ટેકરા, તા. ડીસા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. આ સફળ કામગીરી બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે.

સંબંધિત સમાચાર