રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો

વિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો

વિજયનગર ખાતે શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસરમાં પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, બાલયોગિની, ધર્મ પ્રભાવિકા, વાત્સલ્ય મૂર્તિ આર્યિકા ૧૦૫ શ્રી સુનંદામતિ માતાજી એવં પૂજ્ય આર્યિકા ૧૦૫ શ્રી આદિમતી માતાજી સસંઘના દિવ્ય સાનિધ્યમાં દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પર્વના સમાપન અવસરે શ્રીજીની ભવ્ય રથયાત્રાએ વિજયનગર નગરમાં ભવ્ય પરિભ્રમણ કર્યું હતું. 

આ શોભાયાત્રા દરમિયાન શ્રાવક અને શ્રાવિકાઓ ભક્તિ અને આનંદમય વાતાવરણમાં રાસ-ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને યાત્રા નિજ સ્થાને પહોંચ્યા બાદ ઉત્સાહપૂર્વક શ્રીજીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અનંત વ્રતના ઉદ્યાપન કરનાર વ્રતિઓ તેમજ દશ ઉપવાસીઓ તરફથી ભવ્ય સ્વામીવાત્સલ્યનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ લીધો હતો. સાંજના સમયે દેરાસરમાં 'મિચ્છામિ દુક્કડમ'નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ પરસ્પર ક્ષમાયાચના કરી હતી. આ અવસરે આદિનાથ યુવક મંડળ તરફથી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમજ ફેડરેશન ઓફ હુંમડ સમાજ તરફથી કઠિન તપશ્ચર્યા કરનાર તપસ્વીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર