રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી5 ઑક્ટોબર, 2026| Super Admin

અરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત

અરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ કાશી (વારાણસી) થી જન્મભૂમિ વડનગર સુધી યોજાયેલી વિશેષ બાઈક યાત્રાનું અરવલ્લી જિલ્લાની ધરા પર આગમન થતાં જ ભાજપ સંગઠન અને આગેવાનો દ્વારા અભૂતપૂર્વ અને શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. માલપુર ટોલ નાકા ખાતે યાત્રા પહોંચતા જ વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

મંત્રી સહિતના દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિ યાત્રાળુઓના સ્વાગત અર્થે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર તથા રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બારંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી રણધીરભાઈ ચુડગર, કેતનભાઈ બ્રહ્મભટ્ટ, અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ મહેશભાઈ પટેલ, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર સહિત માલપુર મંડળના પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી બાઈકર્સ પર પુષ્પવર્ષા કરી હારતોરા કર્યા હતા.

વૃક્ષારોપણ અને લાભાર્થી સંવાદ જેવા પ્રેરક કાર્યક્રમો જિલ્લા ભાજપ દ્વારા મળેલા આ ભવ્ય આવકારથી વારાણસીથી આવેલા બાઈક યાત્રીઓ ભાવવિભોર બન્યા હતા. યાત્રીઓએ ગુજરાત અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં પ્રવેશતાં જ મળેલા સ્નેહ અને વ્યવસ્થાઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન માત્ર સ્વાગત પૂરતું સીમિત ન રહેતાં પર્યાવરણ સંરક્ષણ અર્થે વૃક્ષારોપણ તેમજ સરકારી યોજનાઓના હિતગ્રાહીઓ સાથે લાભાર્થી સંવાદ જેવા સામાજિક કાર્યક્રમો પણ યોજાયા હતા. દિવસભરના ઉત્સાહભર્યા કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ સમગ્ર યાત્રા દળનું મોડાસા ખાતે રાત્રિ રોકાણ ગોઠવાયું હતું, જ્યાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર