સાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસે હાઈવે પર સક્રિય ડીઝલ ચોર ટોળકી સામે લાલ આંખ કરીને આંતરજિલ્લા રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. રાત્રિના સમયે હાઈવે પર પાર્ક કરેલા ભારે વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી આ શાતિર ટોળકીના બે સાગરીતોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અમદાવાદ ખાતેથી દબોચી લીધા છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર તેમજ ચોરી કરેલા ડીઝલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ગેંગ ઝડપાતા હાઈવે પર વાહનો ઉભા રાખતા ટ્રક ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય કેટલા ગુના આચર્યા છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસની મોટી સફળતા: ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
1 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
1 કલાક પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
4 દિવસ પહેલા
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
5 દિવસ પહેલા
