રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ફોર્મ-7 ભરાતાં વિવાદ સજૉયો

પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ફોર્મ-7 ભરાતાં વિવાદ સજૉયો
રાજકીય પ્રભાવ હેઠળ સાચા મતદારોના નામ દૂર કરવા ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપો ઉઠયાં  પાટણ કોંગ્રેસે આવેદન પાઠવી તપાસની માંગ કરી ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટા પ્રમાણમાં ફોર્મ-7 (નામ રદ કરવા માટેના ફોર્મ) ભરાયા હોવાને કારણે વિવાદ સર્જાયો છે. આ મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજકીય પ્રભાવ હેઠળ અને સત્તાધારી પક્ષના ઈશારે સાચા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા ષડયંત્ર રચાઈ રહ્યું છે. આવેદનપત્ર માં જણાવાયું છે કે, તા. 18 ડિસેમ્બર, 2023 ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ બાદ હક્ક-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી, 2024 હતી. આ સમયગાળાના અંતિમ દિવસોમાં, ખાસ કરીને 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં અચાનક મોટી સંખ્યામાં ફોર્મ-7 રજૂ કરવામાં આવ્યા છે. નિયમ મુજબ નામ રદ કરવા માટે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર અથવા રહેઠાણ બદલ્યાના પુરાવા આપવા ફરજિયાત છે,પરંતુ આ કિસ્સામાં પૂરતા દસ્તાવેજો વગર જ અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ગુજરાત  કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, બીએલઓ (BLO) અને ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના જ આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે, જે કચેરીઓમાં 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ફોર્મ સ્વીકારાયા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે. જો કોઈ અધિકારીએ નિયમ વિરુદ્ધ જઈને સામૂહિક ફોર્મ સ્વીકાર્યા હોય તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે.વધુમાં, કોંગ્રેસે જણાવ્યું છે કે, જો કોઈ મતદાર સામે વાંધો ઉઠાવવામાં આવે તો સૌપ્રથમ વાંધો ઉઠાવનાર વ્યક્તિએ પુરાવા રજૂ કરવા જોઈએ.ત્યારબાદ જ સંબંધિત મતદારને નોટિસ આપીને ખુલાસો પૂછવો જોઈએ. આ પ્રક્રિયાનું પાલન કર્યા વગર સીધી રીતે નામ રદ કરવાની કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે.જો આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું કે, જો વહીવટી તંત્ર સુધરશે નહીં, તો આ તમામ લોકોને આરોપી બનાવી, ચૂંટણી પ્રક્રિયાને ઈરાદાપૂર્વક મલીન કરવાનો પ્રયાસ કર્યો છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે, એ પ્રમાણે જુદી-જુદી ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પબ્લિક રિપ્રેઝન્ટેટિવ એક્ટની જે કલમો છે, કલમ 31 અને કલમ 32ની અંદર જો અધિકારી ખોટું કરે તો એને બે વર્ષની સજાની જોગવાઈ છે. આ તમામ જોગવાઈઓ નીચે આપણે અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું. પોલીસ કઈ કાર્યવાહી નહીં કરે તો પોલીસને પણ આરોપી બનાવીને આપણે હાઈકોર્ટની અંદર પિટીશન કરીશું.  

સંબંધિત સમાચાર