રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

દાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

હલકી ગુણવત્તાના મટિરિયલથી કામ કરવાના આક્ષેપ, ફરિયાદ કરનારને ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો

દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં એ.ટી.વી.ટી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી વિકાસ કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા છે. ગામના રહેવાસી વેરાણા દિનેશભાઈ ભોળાભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કામના નાણાં રોકવાની માંગ કરવામાં આવી છે.અરજદારના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ કામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વપરાયો છે. કામ પૂર્ણ થયાને માત્ર પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતાં દીવાલોમાં તિરાડો પડી રહી છે અને ચણતરના કામમાં જરૂરી પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી.વધુમાં, જે સ્થાન માટે પેવર બ્લોકનું કામ મંજુર કરવામાં આવ્યું હતું તે જગ્યાએ નહીં પરંતુ અન્ય સ્થળે કામ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ગુણવત્તા વિના કામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત, અરજદાર દ્વારા તાલુકા પંચાયતના અધિકારીને મૌખિક રીતે જાણ કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ફોન પર ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. “તમે કેમ મારી ફરિયાદ કરો છો, તારે જે થાય તે કરી લે” જેવી ભાષા વાપરી દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અરજદારએ જણાવ્યું છે. આ અંગે ફોન રેકોર્ડિંગ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

અરજદારએ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરીયાદ કરીને સ્થળ પર ચકાસણી કરીને એ.ટી.વી.ટી તેમજ અન્ય ગ્રાન્ટ હેઠળ થયેલ કામના નાણાં રોકવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે કોન્ટ્રાકટર મુકેશ પ્રજાપતિ ને ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ કામ કરવા માટે મારી પાસે 5000 રૂપિયા ની માંગણી કરી હતી. ઍટલે કે "પૈસા આપુ તો કામ સારું અને ન આપું તો કામ હલકી ગુણવત્તા વાળું" તેમ આક્ષેપો કરી જણાવ્યું હતું. વધુમાં દિવાલ કેમ ફાટી ગઇ છે તે બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે રસ્તો સાંકડો હતો અને વ્હોળો હોવાથી નીચે પુરણ કર્યુ હોવાથી ક્યાંક ક્યાંક દીવાલ ફાટી ગઇ છે તેમ જણાવ્યું હતું.

વધુમાં ભીલાચલ ગામના સરપંચ    મોડાભાઇ કરણાભાઇ આલ નો ટેલીફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે  જીલ્લામાંથી ધારા સભ્ય ની 5 લાખની ગ્રાન્ટ આવી હતી. અને વર્કઓર્ડર પણ 5 લાખનો કઢાવ્યો હતો. આ કામ મે જ કરાવ્યું છે. જ્યારે કોન્ટ્રાકટર મુકેશ પ્રજાપતિ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે એ લેબર વર્ક કરે છે. અને કામ બરાબર જ થયું છે. રોડ બનાવવાની જગ્યાએ વ્હોળો હોવાથી પુરણ કર્યુ છે. તે જગ્યાએ થોડી દીવાલ ફાટી છે તે અમે મરામત કરાવી દઈશું તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામે તંત્ર કેટલું ગંભીરતાથી તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે નહીં.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર