ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ : કંટ્રોલરૂમ ધમધમતા થયા

સુરત કલેકટર કચેરીમાં ખાસ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો. જે ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે સીધો સંપર્ક રાખશે, સુરત શહેરના પોલીસ કમિશનર પણ આ વોરરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. ખાસ કરીને જ્યારે સવારથી જ સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થાય હતા કે જામનગરમાં વહેલી સવારે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. અને તેને તાત્કાલિક ધોરણે તોડી પડાયું હતું. અને જામનગરમાં આ ડ્રોનના પગલે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો
જોકે જામનગર કંટ્રોલ રૂમ દ્વારા માહિતીનું ખંડન કરવામાં આવ્યું છે. અને આવું કોઈ ડ્રોન તોડી પાડવાની વાતને માત્ર અફવા ગણાવી છે. ત્યારે આવા કોઈ સમાચાર પર ભરોસો ના કરવા લોકોને અપીલ કરી છે. તો જામનગરમાં કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં હાજર રહી રાઉન્ડ ધ ક્લોક સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
સુરતમાં પણ વોરરૂમ શરૂ
સુરતમાં પણ તંત્ર એલર્ટ સ્થિતિમાં છે. સુરત કલેકટર કચેરીમાં ખાસ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે સીધો સંપર્ક રાખશે. સુરત શહેરના પોલીસ કમિશનર પણ આ વોરરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરાયેલો આ વોરરૂમ કેન્દ્ર સાથે સીધો સંચાર રાખી શકશે, જેથી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં તરત પ્રતિસાદ આપી શકાય.
બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવતો હોવાથી અહીં તંત્ર ખાસ સજ્જ છે. જિલ્લા કલેક્ટર, SP અને નાયબ કલેક્ટર કંટ્રોલ રૂમ પહોંચીને બોર્ડર વિસ્તારની સુરક્ષા અંગે ચર્ચા કરી ચુક્યા છે. પાલનપુરમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ તમામ તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. જો કોઈ અનિશ્ચિત બનાવ બને તો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ પર છે અને તમામ લેવલે કડક સુનિશ્ચિતતા અપનાવવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં જનતાની સુરક્ષા માટે તુરંત પગલાં લેવામાં આવી શકે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Gujarat#Surat#Indian army#Indian Air Force#Jamnagar#Indian Navy#Emergency Response#border security#Control Room#Disaster Management#Administrative Alert#War Room#Pakistani Drone
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
2 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
3 દિવસ પહેલા
