રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શંખેશ્વરના તારાનગર નો શખ્સ દેશી બંદુક સાથે પાટણ એસઓજી ટીમના હાથમાં ઝડપાયો

શંખેશ્વરના તારાનગર નો શખ્સ દેશી બંદુક સાથે પાટણ એસઓજી ટીમના હાથમાં ઝડપાયો

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જિલ્લામાંથી ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે  પાટણ એસ.ઓ.જી.પીઆઈ જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી એસઓજીની ટીમો શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, તારાનગર ગામની નદીયા નામથી ઓળખાતી સીમમાં એક ઇસમ પોતાની પાસે દેશી બનાવટની બંદુક રાખીને આવતો હોઇ જે હકીકતવાળી જગ્યાએ ટીમે રેડ કરતા દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ.૨૫૦૦ સાથે નસંગજી છગનજી ઠાકોર રહે. તારાનગર તા. શંખેશ્વર જિ.પાટણ વાળાને આબાદ ઝડપી તેઓની સામે શંખેશ્વર પો.સ્ટે.મા આર્મ્સ એકટ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ શંખેશ્વર પો.સ્ટે.ને સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર