પાટણ જિલ્લામાં વસવાટ કરતા લોકો મુખ્યત્વે ખેતી અને તેના સંબંધિત વ્યવસાય પર નિર્ભર છે. ખેડૂતોને ખેતી માટે સહાયરૂપ બને તે માટે સરકાર દ્વારા તાજેતરમાં ટ્રેક્ટર ખરીદી પર રૂ.૧ લાખ સુધીની સબસિડીની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ મળતાં જિલ્લામાં ટ્રેક્ટર વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.નવરાત્રી પછી ૨૨ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધીના સમય ગાળામાં કુલ ૧૫૮ ટ્રેક્ટરનું વેચાણ થયું છે.
પાટણ જિલ્લાના ટ્રેક્ટરનાં ડીલરો એ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને બે મહત્ત્વના લાભ મળ્યા છે.પ્રથમ તો સબસિડીમાં રૂ.૧ લાખનો વધારો, અને બીજું જીએસટીમાં રાહત, જેના કારણે નાના ટ્રેક્ટર પર રૂ.૨૫ હજાર થી લઈ મોટા ટ્રેકટર રૂ.૬૪ હજાર સુધી કિંમતમાં ઘટાડો થયો છે. આ બંને રાહતોના પરિણામે ખેડૂતોમાં ખરીદીનો ઉત્સાહ વધ્યો છે

