રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા25 ડિસેમ્બર, 2024| Super Admin

રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે જિલ્લા એલસીબી પોલીસનો સપાટો : યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે જિલ્લા એલસીબી પોલીસનો સપાટો : યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
દિયોદરના ડુચકવાડામાંથી યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ખેડૂતના ખેતરમાંથી લિકવિડ બનાવવાના પ્લાન્ટનો પર્દાફાશ : રૂ.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત: સરહદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપી લઈ રૂ.1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં નકલી અને બનાવટીની ભરમાર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લીકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. જે અંગેની બાતમીના આધારે એલસીબી પોલીસે આકસ્મિક રેડ કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.એલસીબી પોલીસના સપાટાને લઈ જિલ્લા ભરમાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ: એલસીબી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે યુરિયા લિકવિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો. જે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. આ મામલે પોલીસે અંદાજે 1 લાખ 15 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત માલિક તેમજ ભાડા પટ્ટે આપનાર શખ્સોની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરશે. આ મામલે સબસીડી યુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લીકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું ? સમગ્ર બાબતોની તપાસ કરાશે. પોલીસે દિયોદરના ડુચકવાડા ગામમાં ખેતરમાં બનાવેલ ફેક્ટરી સઘન તપાસ કરી શકમંદોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર