રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા22 મે, 2025| Super Admin

બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સણાદર દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 1 જૂનથી અમલમાં આવશે. મહત્વની વાત એ છે કે આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં.ડેરીના નિયામક મંડળે લીધેલા આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાના 25 કરોડ રૂપિયા મળશે. આ રીતે બનાસ ડેરી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે અને તેમની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર