ભાજપના વળતા પાણી : આપની ભવિષ્ય વાણી
ગાંધીનગરમાં સરકાર ચાલે છે સર્કસ – ગોપાલ ઇટાલિયા
મહેસાણા જિલ્લો આમ તો રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, મહેસાણા એટલે ભાજપનો અભેદ ગઢ કહેવાય છે. પરંતુ આગામી સમયમાં ભાજપ સામે બાથ ભીડવા કોંગ્રેસની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ સક્રીયતાથી કાર્યરત થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના દરેક શહેર અને ગામડાના નાના માણસ સુધી પહોંચી તેમને ભાજપની ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી પરિવર્તનનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે. તે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત જોડો યાત્રા યોજી રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ભાજપના ક્રૂર શાસનના પતનની તૈયારી કરી લીધી છે.
ત્યારે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના મુખર નેતા ગોપાલ ઇટાલિયા ગતરોજ મહેસાણાના ભાંડું મુકામે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જંગી જાહેરસભા યોજી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભાંડું ગ્રામજનો દ્વારા ગોપાલ ઇટાલિયાનું ગોળ તુલા કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથે લઈને આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ગાંધીનગરમાં સરકાર ચાલે છે કે સર્કસ. કોંગ્રેસે શાસકપક્ષ સાથે સેટિંગ કરી લીધું હતું એટલે જ છેલ્લા ત્રીસ વર્ષથી એક પણ કોંગ્રેસી નેતા જેલમાં નથી ગયા. તમે આંગળી ઉઠાવીને સવાલ કરશો તો ભાજપ વાળા જેલમાં પુરી દેશે પોલીસ મોકલીને દબાવી દેશે અને પછી સીબીઆઈ, ઈડીની રેડો પડાવશે. ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભો થયો છે એટલે બીજા પક્ષોને હવે પેટમાં દુખવા લાગ્યું છે.
ભાજપા નેતાઓને હવે ચૂંટણી હારવાનો કોઈ ડર જ નથી રહ્યો એટલે જ તો જનતાના કોઈ કામ થતા જ નથી. ભારત માતામાં જમીનો કપાઈ જાય, રેલવેમાં જાય, ટીપીમાં જાય ત્યારે ફક્ત જમીનદારો પાસે ખાલી લેણું જ વધે છે અને નેતાઓ એમના ઘર ભરે છે. રાજ્યમાં ભાજપ સરકારમાં ત્રણ ત્રણવાર મંત્રી મંડળ બદલાયું. મંત્રી બદલાયા પછી પણ સરકારનો મેળ પડતો નથી એટલે હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતી જનતાનો અવાજ બનીને ઉભરી રહી છે. અમે લોકો માટે લડીએ છીએ અમારા માટે નહીં. ભાજપે ભ્રષ્ટાચારમાં માઝા મૂકી છે જ્યાં જુઓ ત્યાં એકલો ભ્રષ્ટાચાર અને કૌભાંડો જ જોવા મળે છે. દારૂ વહેંચનારામેં સરકાર પોષણ આપી રહી છે. બે નંબર ના બધા જ ધંધાઓને ભાજપ સરકાર જ ચલાવે છે.
ભાજપના રાજમા ગુંડાઓ અને લુખ્ખાઓ રાજ કરે છે. ભાજપમાં જેટલો મોટો ગુંડો એટલો મોટો હોદ્દો આપે છે. કોંગ્રેસ પણ ગુંડાઓના દમ પર ચૂંટણી જીતતી આવી છે. બુટલેગરો, માફિયાઓ અને ગુંડાઓ દમ દાટીથી ચૂંટણી જીતીને લોકોને લૂંટતા આવ્યા છે પણ હવે એવું નહીં થવા દઈએ. ઈમાનદાર અને ભણેલા ગણેલા લોકો જ ચૂંટણી લડી રહ્યા છે. વિસાવદરની ચૂંટણીમાં ભાજપે અગણિત રૂપિયા વાપર્યા અને લોકો પણ સાણા છે કે લઈલો આ લોકોએ આપણો જ લૂંટલો માલ પાછો આવ્યો છે.
લોકોને લૂંટનારી, લોકોને છેતરનારા અને લોકોને પડતા મુકનારા ભાજપને જાકારો આપવાનો સમય આવી ગયો છે. ભાજપની તાકાતની સામે કોઈ બોલવાની હિંમત કરી શકે તેમ નથી કેમ કે જનતાને દબાવી દીધી છે. આમ આદમી પાર્ટીના ફક્ત ગણ્યા ગાંઠ્યા જ લોકો જાહેર જનતા માટે લડવા નીકળી પડ્યા છે અને લોકોની પીડા દૂર કરવા નીકળ્યા છે.ગુજરાતની જનતાને અને ગુજરાતને નુકશાન થતું હશે ત્યાં આમ આદમી પાર્ટી બોલશે અને તેના વિરોધમાં લડશે. ભાજપના રાક્ષસો સામે ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ બાથ ભીડી રહ્યા છે. લોકોની સુવિધા અને વ્યવસ્થામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એટલે સરકાર બદલી શકાય છે. મહેસાણા ભાંડું ખાતે મોડી રાત્રે યોજાયેલી ગુજરાત જોડો યાત્રામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત,
પ્રદેશ સંગઠન મંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, મહેસાણા લોકસભા પ્રમુખ ભરતભાઈ પટેલ, વિસનગર વિધાનસભાના પ્રભારી ઉત્તમ પટેલ, વિસનગર વિધાનસભાના સહ પ્રભારી હર્ષદ પ્રજાપતિ, વિસનગર શહેર પ્રમુખ સંજય પટેલ, વિજાઉર તાલુકા પ્રમુખ તરુણ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને ભાંડું ગ્રામજનોએ હાજરી આપી ગુજરાત જોડો યાત્રાને સફળ બનાવી ભાજપના કુશાસનને વળતા પાણીનો સંદેશો પાઠવી દીધો હતો.
Beta feature


