શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો ચમકારો ચાલું થતાં જ તસ્કરો દ્વારા ચોરીઓને અંજામ આપવાની કવાયત ચાલું કરી દીધી છે. જેમાં ચાણસ્મા તાલુકાના રણાસણ ગામની સીમમાં આવેલ બોરવેલ પરથી અજાણ્યા તસ્કરો દ્વારા બોરથી માંડીને ઓરડી સુધીનો આશરે વીસ મીટર કેબલ વાયરની ચોરી કર્યાની ફરીયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના લાલભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે. તેમનો રણાસણથી વડાવલી તરફના માર્ગ પર ઓટાનો બોર તરીકેની જગ્યાએથી રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા રૂપિયા 12 હજારની કિંમતનો વીસ મીટર કેબલ વાયરની ચોરી કરી જતાં નોંધાવેલી ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાણસ્માના રણાસણમાં બોર પરથી રૂ. 12 હજારની કિંમતનો વીસ મીટર કેબલ વાયર ચોરાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
14 કલાક પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
1 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
1 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
1 દિવસ પહેલા
