પાટણ અને સિદ્ધપુર સહિતના શહેરોમાં ટાઉન પ્લાનિંગની કામગીરી વેગીલી બનશે

DPની મંજૂરી બાદ નવી TP સ્કીમોનો માર્ગ મોકળો થશે
પાટણ શહેરના સુનિયોજિત વિકાસ માટે પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી તેને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (વિસ્તાર વિકાસ સત્તામંડળ) જાહેર કરવામાં આવી છે.હાલમાં શહેરમાં TP-1 અને TP-2નું અમલીકરણ થઈ ચૂક્યું છે, જોકે TP-2માં પ્લોટના કબજા સોંપવાની કામગીરી હજુ પ્રગતિ હેઠળ છે.પાટણની વિકાસ યોજના (DP) ને રિવાઇઝ કરવાનો ત્રીજો તબક્કો હાલ બાકી છે. આ અંગેની દરખાસ્ત ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ 16 હેઠળ રાજ્ય સરકારમાં સાદર કરવામાં આવી છે.
પાલિકાની તાજેતરની રિવ્યુ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા આ વિકાસ યોજનાને આખરી મંજૂરી મળ્યા બાદ જ શહેરમાં નવી TP સ્કીમો બનાવવાની દિશામાં આગળ વધી શકાશે.શહેરના વિસ્તારમાં વધારો કરવા માટે પાટણ પાલિકાએ સરસ્વતી નદીની ઉત્તર બાજુના વિસ્તારને પાલિકાની હદમાં ભેળવવા દરખાસ્ત કરી છે. આ અંગે ગાંધીનગરના નાયબ સચિવ (નગરપાલિકા) દ્વારા તા. 16 મે 2025 ના રોજ જરૂરી અભિપ્રાય સાથેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવામાં આવી છે.પાટણ ઉપરાંત જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં પણ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ કામગીરી ચાલી રહી છે. જે જોતા સિદ્ધપુરમા DPનો ત્રીજો તબક્કો બાકી છે. વર્ષ 2015 માં OG (આઉટગ્રોથ) વિસ્તારને ભેળવીને હદ વધારવામાં આવી હતી.
તો રાધનપુરમા વિકાસ યોજનાનો પ્રથમ તબક્કો બાકી છે.ચાણસ્મામા DP રિવાઇઝ કરવાનો ત્રીજો તબક્કો બાકી છે.હારીજમા હારીજ સિવાયની તમામ પાલિકાઓને ઓથોરિટીનો દરજ્જો મળેલો છે.સિદ્ધપુર પાલિકામાં એક નગર રચના યોજના (TP) હાલ અંતિમ તબક્કામાં છે, જ્યારે એક નવી TP સ્કીમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા આ માટેનો 'કન્સેપ્ચ્યુઅલ પ્લાન' તૈયાર કરી લેવાયો છે. વેરિફિકેશન અને માપણીની કામગીરી માટે DILR કચેરી, પાટણ ખાતે 64,600 રૂપિયાની ફી પણ જમા કરાવી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં DILR દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
ટેગ્સ:#State government#Patan Municipality#Patan and Siddhpur#Town planning work#Area Development Authority#Section 16#Gujarat Town Planning and Urban Development Act
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
3 કલાક પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
1 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
1 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
1 દિવસ પહેલા
