રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા22 ડિસેમ્બર, 2025| Super Admin

સાબરકાંઠા પોલીસે મારામારી અને NDPS કેસના ફરાર આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા પોલીસે મારામારી અને NDPS કેસના ફરાર આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે અમદાવાદના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડ્યો હતો, જ્યારે જાદર પોલીસે ખેડબ્રહ્માના NDPS કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.પ્રથમ ઘટનામાં, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિજાપુર રોડ પર કે.જી.એન. પાસે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાકેશકુમારને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી નાસીરખાન અમીરખાન પઠાણ (રહે. સ્ટ્રીટ નં. 08, મેમણ કોલોની, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) ત્યાં ઊભો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બીજી ઘટનામાં, જાદર પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ PSI એન.સી. ગોહિલ સાથે દરામલી ખાતે પેટ્રોલિંગમાં હતો. ભાવેશકુમારને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી સાકીર સલીમ પઠાણ (રહે. સ્વરૂપગંજ, તા. પિંડવારા, જિ. સિરોહી, રાજસ્થાન) ઇડરથી હિંમતનગર તરફ એક પેસેન્જર ઇકો ગાડીમાં જઈ રહ્યો છે. બાતમી મુજબ, આરોપીએ પોપટી કલરની ટી-શર્ટ, કાળું જેકેટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેને પકડી પાડ્યો હતો. સાકીર સલીમ પઠાણને જાદર પોલીસ સ્ટેશન લાવી અટક કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.    

સંબંધિત સમાચાર