1 નવેમ્બર 2025થી જથ્થો વિતરણથી અળગા રહેવાની ચીમકી
રેશન ડીલરોની પડતર માંગણીઓ નહીં ઉકેલાતા રાજ્ય એસોસિએશન દ્રારા અપાયેલ આવેદનપત્રને સમર્થન આપવા મુદ્દે ઊંઝા રેશન ડીલરોએ ઊંઝા મામલતદારકચેરી જઈ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતના રેશન ડીલરોની ઘણા લાંબા સમયથી પડતર રહેલ માંગણીઓને લઈને રાજ્યના બન્ને એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે અપાયેલ તા.25/10/2025 ના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ નવેમ્બર 2025 ના માસમાં રેશન કાર્ડ ધારકોને જથ્થો વિતરણ સારુ પરમિટ કે ચલણ જનરેટ નહીં કરીને અને 1 નવેમ્બર 2025 થી જથ્થો વિતરણથી અળગા રહીશું અને અસહકારનું આંદોલન શરૂ કરાશે.
જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના સભ્યો રાજ્યના બન્ને એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે અપાયેલ આવેદન પત્રને સંપૂર્ણપણે સમર્થન કરીને નવેમ્બર 2025 ના પરમિટ/ચલન જનરેટ નહીં કરીને અને 1 નવેમ્બર 2025 થી વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશુ. આ કાર્યકમમાં ઊંઝા તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન પ્રમુખ અલ્પેશભાઈ શાહ, ઉપપ્રમુખ ભરતભાઈ બારોટ કંથરાવી સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.ઊંઝા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ, અલ્પેશભાઈ શાહએ જણાવ્યું હતું કે ઊંઝા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનની અંદર હાલ ૬૩ જેટલી વ્યાજબી ભાવની દુકાનો ચાલે છે.
છેલ્લા દોઢેક વર્ષથી અમે બીજા પણ પડતર માંગણીઓ બાબતે અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, તેમ છતાં કોઈ પણ સકારાત્મક વલણ સરકારે અખત્યાર કર્યું ન હોવાના કારણે ન છૂટકે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે રાજ્ય એસોસિએશનની સૂચના મુજબ અને એમને જે રજૂઆતપત્ર આપેલ છે, એ રજૂઆતપત્ર મુજબ નવેમ્બર ૨૦૨૫ માસનો કોઈપણ જથ્થાનો પરમિટ કે ચલણ જનરેટ કરીશું નહીં અને પહેલી નવેમ્બરથી દુકાન ઉપર કોઈપણ વિતરણ વ્યવસ્થાથી અમે અળગા રહીને અસહકારનું આંદોલન ચાલુ રાખીશું.

