પાટણ પોલીસે ટ્રાફિકની સમસ્યાની સાથે વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરી

પાટણ પોલીસે ટ્રાફિકની સમસ્યાની સાથે વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરી

પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશને શહેરીજનોએ સરાહનીય લેખાવી

પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના માર્ગો પર સજૉતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને લાયસન્સ વગર અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા  બજાર માર્ગો પર આડેધડ ઉભા રહેતા લારીઓ વાળા સહિત ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકોમાં અફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના તહેવાર ને અનુલક્ષીને પાટણ જિલ્લા પોલીસવડા દ્વારા  શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ના નિવારણ અર્થે તેમજ નંબર પ્લેટ વગરના વાહનો અને લાઇસન્સ વગરના વાહનો તેભજ કાળી પટ્ટી વાળા કાચ વાળી ગાડીઓ લઈ બજાર માગૅ પર થી પસાર થતાં અને બજારમાં આડેધડ ઉભા રહેતાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કરેલ સુચના ને ધ્યાનમાં રાખીને શનિવારે પાટણ પોલીસે શહેરના બગવાડા દરવાજા નજીક આ ઝુંબેશ ચલાવી શહેરના મુખ્ય બજાર માગૅ પર ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા લારીયો વાળા, પાથરણા વાળા સહિત ના નાના નાના વેપાર ધંધા કરતાં લોકો ને સમજાવટ પૂવૅક સુચનો કરી શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સુચિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે

પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો અને લાઇસન્સ વગરના વાહનો તેભજ કાળી પટ્ટી વાળા કાચ વાળી ગાડી ચાલકો ને ઉભા રાખી તેઓની સામે દંડાત્મક કાયૅવાહી હાથ ધરતા આવા વાહન ચાલકો સહિત બજાર માગૅ પર સમસ્યા સજૅતા લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ ઝુંબેશને શહેરીજનોએ સરાહનીય લેખાવી હતી.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *