પાટણ પાલિકાની સામાન્ય સભા તોફાની બની : ચીફ ઓફિસર અને કોર્પોરેટરો સામસામે આવતા ગરમાવો

BU પરમિશન અને રોડ મામલે સામસામી આક્ષેપબાજીનો વરસાદ વરસ્યો
પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં ગુરૂવારે સાંજે યોજાયેલી સામાન્ય સભામાં 27 જેટલા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. સભામાં ગાડી સર્વિસ, આઇકોનિક રોડ અને BU પરમિશન જેવા મુદ્દે ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોર્પોરેટર મનોજ પટેલ સહિતના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. ચીફ ઓફિસરે સભ્યોને ઉદ્દેશીને કરેલી ટિપ્પણી બાદ મામલો બિચક્યો હતો.
પાટણ નગરપાલિકાના સભા ખંડ ખાતે પ્રમુખ હિરલ બેન પરમારની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં 'ઝીરો અવર્સ' દરમિયાન પાલિકાની ગાડી સર્વિસ કરાવવાના મુદ્દે ચર્ચા ઉગ્ર બની હતી. આ દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકરે સભ્યોને "તમે દૂધે ધોયેલા નથી" તેમ કહેતા મનોજ પટેલ સહિતના શાસક પક્ષના કોર્પોરેટરો આક્રમક મૂડમાં આવી ગયા હતા. કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે ચીફ ઓફિસરના શબ્દોને કારણે તેમને સભા છોડીને જવું પડ્યું હતું, કારણ કે પાટણની પ્રજા જાણે છે કે કોણ દૂધે ધોયેલું છે. આ ઉપરાંત, હાશાપુર પાસે બનેલા આઇકોનિક રોડ મામલે ભાજપના જ બે કોર્પોરેટરો મનોજ પટેલ અને અરવિંદ પટેલ સામ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં અન્ય સભ્યોએ શાંત પાડી હતી.
BU પરમિશનના મુદ્દે પણ સભામાં ગંભીર આક્ષેપો થયા હતા. કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે બી.ડી.સાર્વજનિક હાઈસ્કૂલ જેવી નામાંકિત સંસ્થાને 1.5 મહિનાથી પરમિશન આપવામાં આવતી નથી, જ્યારે અન્ય લોકોને મીઠાઈ ખવડાવવા બદલ પરમિશન આપી દેવાય છે. બીજી તરફ ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેમને કોઈની પાસેથી મીઠાઈ લીધી નથી અને BU પરમિશન સરકારના ધારાધોરણ મુજબ જ આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે અગાઉ ફાઈલો રોકી રાખવાની જે સિસ્ટમ હતી તે બંધ કરાવીને હવે 24 કલાકમાં પારદર્શક પ્રક્રિયાથી પરમિશન આપવામાં આવે છે. વધુમાં, ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકાના જે સુપરવાઈઝર સારી કામગીરી કરી રહ્યા છે અને જેમને ઓન રેકોર્ડ ડીઝલની બચત કરી છે, તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જે ડીઝલ અન્યની ગાડીઓમાં જતું હતું તે હવે બંધ થઈ ગયું હોવાથી આવા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. આઇકોનિક રોડ મુદ્દે મનોજ પટેલે સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષના આક્ષેપો વચ્ચે તેઓ માત્ર જાગૃત સદસ્ય તરીકે સારા રોડ બને તેવો આગ્રહ રાખી રહ્યા છે અને સભ્યો વચ્ચે માત્ર મનભેદ હતો, કોઈ મનદુઃખ નથી. પાલિકાની આ સભામાં વિવિધ મુદ્દે થયેલા વિવાદોએ શહેરભરમાં ચર્ચા જગાવી હતી.
ટેગ્સ:#chairmanship#Patan Municipality#Chief Officer#General Meeting#Road Issues#corporators clash#BU permission#President Hiralben
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
16 કલાક પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
19 કલાક પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
19 કલાક પહેલા
પાટણપાટણ : "પહેલા રોડ-રસ્તા બનાવો પછી જ મત આપશું", ચિત્રકૂટ સોસાયટીનો મક્કમ નિર્ધાર
1 દિવસ પહેલા
