પ્રવાસન વિભાગ ની રૂ. ૨.૭૦ કરોડની ગ્રાન્ટ માથી મંદિર પરિસરમાં વિકાસ કામો કરાશે
મંદિર ના વિકાસ કાયૅમાં ગુણવંતા જળવાઈ તે જોવાની જવાબદારી ગ્રામજનોની છે : ધારાસભ્ય
પાટણ શહેર સહિત પંથકના અનેક ઐતિહાસિક મંદિરો ના ઉત્થાન માટે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા પ્રવાસન વિભાગની ગ્રાન્ટ ફાળવવા માટે કરેલ રજુઆતના પગલે સરકાર દ્વારા પાટણ શહેર અને જિલ્લાના અનેક ઐતિહાસિક મંદિરોના ઉત્થાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે ત્યારે વષૅ ૨૦૧૮ મા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ ભૂતિયા વાસણા ગામના ઐતિહાસિક મંદિર એવા ભૂતેશ્વર મહાદેવના વિકાસ કાર્ય માટે પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ રૂ. ૨.૭૦ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થતાં બુધવાર ના રોજ પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત સમસ્ત ગ્રામજનોની દ્રારા ભૂતેશ્વર મહાદેવના સાનિધ્યમાં મંદિરના વિકાસ કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે ગામના આ ઐતિહાસિક મંદિર ના વિકાસ કામમાં સૌ ગ્રામજનો એ હળી મળીને સુવિધા યુક્ત કામગીરી થાય તે જોવા અપીલ કરી મંદિરના વિકાસ કામની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભૂતિયા વાસણા ના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો સાથે મંદિરના મહંત યોગીજી મહારાજે પાટણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કર્યું હતું.