રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાતિ પૂણૅ રહી

પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાતિ પૂણૅ રહી

પાટણ જિલ્લામાં રવિવારે 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જે સાંજના 6 વાગ્યા સુધી ચાલી હતી પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. પાટણ જિલ્લામાં 224 સરપંચ અને 563 વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. તો પાટણ જિલ્લાના જંગરાલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારો નો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું.જયારે સાંતલપુર તાલુકાના વારાહી માં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાણસ્મા સુણસર ગામે મતદાન કરવા મહિલાઓની ભીડ જામી હતી. ચંદ્રુમણા ગામના ત્રણ ઉમેદવારે એકસાથે જીતની આશા વ્યક્ત કરી છે. ચંદ્રમણા ગામે ઝરમર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા તો ધારપુર ગામે મતદારો છત્રી લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. જિલ્લાના 9 તાલુકામાં 606 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. ચૂંટણી પ્રક્રિયા માટે 642 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવી હતો. 94 ચૂંટણી અધિકારીઓ અને 94 મદદનીશ ચૂંટણી અધિકારીઓએ પોતાની ફરજ બજાવી હતી. પોલિંગ સ્ટાફના ફરજ પરના 3402 કર્મચારીઓ એ પણ પોતાની ફરજ સુંદર રીતે બજાવી હતી. કુલ 5,13,786 મતદારોમાં 2,62,699 પુરુષ અને 2,51,087 મહિલા મતદારો સહિત 405 સેવા મતદારો નોંધાયેલા હતા તો 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા 1225 પોલીસ કર્મીઓનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આમ પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી નું મતદાન શાતિ પૂણૅ રીતે થયું હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર