રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો
વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ "વનકવચ" નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત તૈયાર થયેલ "વનકવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ. "વનકવચ"નું શનિવારે સર્વ સમાજના આગેવાન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિર પટાગણમાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.એમ.ભુતડીયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી તેજાજી મારવાડીયા, મનહરસિંહ વાઘેલા, હરનાથભાઈ પટેલ, આહજીભાઈ પરમાર, સરપંચ ભુરાભાઈ દેસાઈ સહિત સરપંચો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગામે-ગામ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ વાઘરોલ અને રામસીડાના ગ્રામજનોના સાથ અને સહકારથી બન્ને ગામોમાં વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જે બિરદાવવા લાયક છે. વન વિભાગના સહયોગથી અન્ય ગામોમાં પણ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર