બહુચરાજી દર્શનાથે જનાર શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ સેવા
ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજે ઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ઊંઝા ડેપોથી આજે સવારે 7.30 કલાકે ઉપડી હતી. આજરોજ ડેપોથી ઊંઝા મોરબી બસ વાયા બેચરાજી હળવદ નવિન શુભ ઉદ્ઘાટન આજે સવારે ડેપો મેનેજર કે.બી.પટેલની રાહબારી હેઠળ તથા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલની માગણીને ધ્યાનમાં લઈ વિભાગીય નિયામક કે.એસ.ચૌધરી એ મંજુર કરી આ બસ ચાલુ કરવાથી વેપારી મથક ઊંઝાના ઘણા મુસાફરોને લાભ મળી રહે છે. આ પ્રસંગે એ.ટી.આઇ શિવરામભાઈ ચૌધરી પણ હાજર હતા. નવિન એસટી બસ સેવા શરૂ થતા મુસાફરોમાં આનંદો છવાયો છે.





