રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત “દિકરાનું ઘર" નો શુભારંભ

ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત “દિકરાનું ઘર" નો  શુભારંભ
નિરાધાર અને એકલા વડીલોને સહારો મળશે ડીસાના રાણપુર રોડ પર આવેલ લેખરાજ શેઠની વાડી ખાતે સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત “દિકરાનું ઘર" નો આજે શુભ મુહૂર્તે આનંદભર્યા માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો. આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ સમાજના એવા નિરાધાર, એકલા તથા આશ્રયવિહોણા વડીલોને ઘર જેવી લાગણી, પ્રેમ, સન્માન અને સુરક્ષા પૂરી પાડવાનો છે. આ પ્રસંગે સેવન સ્ટાર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, દાતાઓ તથા શુભેચ્છકોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો.દિકરાનું ઘરમાં વડીલો માટે રહેવા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન, નિયમિત આરોગ્ય સંભાળ, દવાઓ તેમજ માનસિક અને ભાવનાત્મક સહારો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્ર વડીલોના જીવનમાં ખુશી, શાંતિ અને આત્મવિશ્વાસ લાવવા માટે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તથા મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરશે. વડીલો પોતાને એકલા ન અનુભવે અને પરિવાર જેવો સ્નેહ મળે એ ભાવના સાથે “દિકરાનું ઘર” ની સ્થાપના કરવામાં આવી છે. સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ આ સેવાયજ્ઞ સમાજ માટે એક અનુપ્રેરક પહેલ બની રહેશે. અને અનેક વડીલોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવશે. આ  સેવાના મહાયજ્ઞમાં લેખરાજ શેઠ વાડી ખાતે સેવન સ્ટાર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘરના શુભારંભ પ્રસંગે સેવન સ્ટાર ફાઉન્ડેશનના  સેવાભાવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.  

સંબંધિત સમાચાર