રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન

અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાયા બાદ મંદિરની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રક્ષાલનવિધિ યોજવામાં આવી હતી. બપોરે 1:30 કલાકે શરૂ થયેલી આ વિશેષ પ્રક્ષાલન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

અંબાજી મંદિરની પવિત્રતા જાળવવા માટે વર્ષમાં એક વખત યોજાતી આ પ્રક્ષાલન વિધિનું વિશેષ મહત્વ છે. આ વિધિ અમદાવાદના એક સોની પરિવાર દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે. પરિવારની છેલ્લા પાંચ પેઢીઓથી આ પવિત્ર વિધિ સાથે સંકળાયેલી પરંપરા હોવાનું જણાવાયું છે. પ્રક્ષાલનવિધિ દરમિયાન સમગ્ર અંબાજી મંદિર પરિસરને પવિત્ર જળથી ધોવામાં આવે છે. આ ઉપરાંત માતાજીના શણગારમાં ઉપયોગમાં લેવાતા સોના-ચાંદીના દાગીનાઓને પણ પવિત્ર જળથી ધોઈને સાફ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દાગીના વર્ષ દરમિયાન માત્ર આ પ્રક્ષાલન વિધિ દરમિયાન જ બહાર કાઢવામાં આવે છે.

દાગીનાની સફાઈ દરમિયાન ઘસારો થવાને બદલે પરંપરા મુજબ આશરે પાંચ ગ્રામ સોનાનું તક્તું માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. આ સોનાના તક્તાને માતાજીના હારમાં પરોવીને 'પુતળીના સોની હાર' તરીકે માતાજીને ધારણ કરાવવામાં આવે છે. પરંપરા મુજબ અત્યાર સુધીમાં માતાજીના હારમાં 198 સોનાના તક્તા અર્પણ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઈભક્તો અને પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. યાત્રા દરમિયાન કેટલીક વખત પવિત્રતાનું પૂરતું જતન ન રહી શકે અને ભક્તો સીધા મંદિર દર્શન માટે પહોંચે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરની પવિત્રતા જાળવવા માટે આ પ્રક્ષાલનવિધિ કરવામાં આવે છે.

આજે યોજાયેલી પ્રક્ષાલનવિધિ દરમિયાન જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે, અધિક કલેકટર કૌશિક મોદી  સહિત રાજ્યભરમાંથી આવેલા અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ પક્ષોના પદાધિકારીઓએ પણ અંબાજી મંદિરે પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર