અંબાજીમાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ હતું. આજરોજ વરસાદ આવતા ગરમીથી રાહત મળી હતી. આ વરસાદ આવવાથી અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ખેતીને જીવત દાન મળશે અને ખેડૂતોમાં પાક બળી જવાની ભીતિ હતી તેનાથી રાહત મળશે. બપોરના સમયે ગાજવીજ સાથે વરસાદ પડતા અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા હતા. અને બસ સ્ટેન્ડની પાછળના નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતા. આગામી દિવસોમાં અંબાજીમાં ભાદરવીનો મહા મેળો ભરવાનો છે. ત્યારે અગાઉ વરસાદ ના આવવાથી પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ હતી. પરંતુ વરસાદ આવતા પાણીની સમસ્યા કંઈક અંશે હળવી થશે તેવી આશા છે.
મેઘરાજાનું પુનરાગમન: અંબાજી પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ

ટેગ્સ:#Ambaji
સંબંધિત સમાચાર
બનાસકાંઠાલાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના બે યુવાનોની અદભૂત દોડ સિદ્ધિ: ઉત્સાહી રનર્સે ડંકો વગાડ્યો
3 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે CPR તાલીમનું આયોજન
3 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
6 દિવસ પહેલા
