ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાવ થરાદ જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. જેમાં રામભાઈ આર રાજપુત (ગૌ સાંસદ બનાસકાંઠા), મહંત શ્રી સુંદરનાથજી બાપુ (ચેકરા), ભરતગીરી બાપજી જુનાડીસા, જયંતીલાલ દોશી દિયોદર, ચીનુબા થરા, દુદાભાઈ પટેલ, નરપતજી બારોટ, ગોવિંદભાઈ રાજપુત, ગાયત્રી પંચાંગ શાસ્ત્રી બાલકૃષ્ણ, માંગીલાલજી શેરપુરા, ધીરુભાઈ શાહ પાટણ, તેજપાલ પટવા ઊંઝા, શાંતિભાઈ માળી અને અન્ય ગૌભક્તો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આ અંગે રામભાઇ રાજપુતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું ગૌમાતાની મૂર્તિ ભેટ આપવામાં આવી અને ગૌમાતા પોષણ યોજના બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અને ગૌ માતા પોષણ યોજના અંતર્ગત એક ગાય દીઠ હાલમાં 30 રૂપિયા આપવામાં આવે છે. જેને વધારીને એક ગાયદ દીઠ 100 રૂપિયા કરવામાં આવે એવી મુખ્યમંત્રી આગળ તમામ ભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા અમારી આ રજૂઆત ને ધ્યાનમાં લેશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણભાઇ માળી અને સ્વરૂપજી ઠાકોર સાથે પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
વાવ-થરાદ જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને મળ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાભારતમાલા હાઈવે પર એસએમસીની કાર્યવાહી: 64.59 લાખનો દારૂ, ત્રણ લક્ઝરી વાહનો જપ્ત; 8 વોન્ટેડ
13 કલાક પહેલા
બનાસકાંઠામુડેઠા નજીક ટ્રેલર હાઈવે પરથી ઉતર્યું:ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
14 કલાક પહેલા
બનાસકાંઠાઆગથળા પોલીસની મોટી સફળતા: હડાદની વાહન ચોરીના ગુનામાં આરોપી બાઈક સાથે ઝડપી પાડ્યો
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ચૂંટણી તંત્રના છબરડાથી ડિજિટલ દાવાઓની ખુલી પોલ
15 કલાક પહેલા
