રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુરના બાદરગઢ ગ્રામસભાનો મોટો નિર્ણય: 1 સપ્ટેમ્બરથી દારૂ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

પાલનપુરના બાદરગઢ ગ્રામસભાનો મોટો નિર્ણય: 1 સપ્ટેમ્બરથી દારૂ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામજનોએ ગામના બાળકો અને યુવાનોના આરોગ્ય તથા ભવિષ્યને ધ્યાનમાં રાખી વ્યસનમુક્તિ માટે મહત્વનો સામૂહિક નિર્ણય લીધો છે. બાદરગઢ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં દુકાનોમાં વેચાતા પેકિંગ પડીકા, ગુટકા સહિતના નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

ગ્રામસભામાં નક્કી કરાયા મુજબ 1 સપ્ટેમ્બરથી ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ગામમાં આ વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે તો તેની પાસેથી રૂ. 1,000નો દંડ વસૂલવા ઉપરાંત તેનું નળ અને વીજ કનેક્શન કાપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.ગામલોકોના જણાવ્યા મુજબ બાળકોના આરોગ્ય અને સુખાકારીનું રક્ષણ થાય, તેઓ ગંભીર બીમારીઓથી બચી શકે તેમજ ગામના યુવાનો વ્યસનના રવાડે ચડીને પોતાનું ભવિષ્ય બરબાદ ન કરે તે હેતુથી આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાદરગઢ ગ્રામજનોએ લીધેલા આ નિર્ણયની આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા થઈ રહી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર