રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ24 જૂન, 2026| Super Admin

પાટણ શહેરમાં ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ્સો દુર કરવા નગરપાલિકાનું અલ્ટીમેટમ

પાટણ શહેરમાં ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ્સો દુર કરવા નગરપાલિકાનું અલ્ટીમેટમ

સાત દિવસમાં હોડિગ્સો દુર નહીં કરાઈ તો નગરપાલિકા જાતે દૂર કરી જવાબદારો પાસેથી ખર્ચ વસૂલશે

પાટણ નગરપાલિકાએ શહેરમાં મંજૂરી વિના લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાએ જાહેરાત એજન્સીઓ અને મિલકત માલિકોને નોટિસ પાઠવીને આવા તમામ ગેરકાયદેસર હોર્ડિંગ્સ સાત દિવસમાં દૂર કરવા આદેશ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર,રહેણાંક, કોમર્શિયલ વિસ્તારો, કોમન પ્લોટ અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સ્થળોએ જાહેરાત સાઇન એજન્સીઓ દ્વારા લગાવવામાં આવતા હોર્ડિંગ્સ માટે નગરપાલિકાની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. ચોમાસા દરમિયાન તેજ પવન કે અન્ય કારણોસર હોર્ડિંગ્સ પડી જવાથી અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. આવા અકસ્માતોની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકત માલિક અને એજન્સીની રહેશે. 

જાહેરનામું પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર જો મંજૂરી વિનાના હોર્ડિંગ્સ દૂર કરવામાં નહીં આવે, તો નગરપાલિકા દ્વારા તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અને આ કાર્યવાહીનો સંપૂર્ણ ખર્ચ મિલકત માલિક અને સંબંધિત એજન્સી પાસેથી વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવા માટે પ્રયાસો કરાયા હતા અને નોટિસો પણ અપાઈ હતી.આ મામલો કલેક્ટર કચેરી સમક્ષ પણ પહોંચ્યો હતો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આખરે, નગરપાલિકાએ હવે આ મામલે સખત તાકીદ કરી એક સપ્તાહમાં આવા ગેરકાયદેસર ના હોડિગ્સો ઉતારી લેવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર