પાટણ તરફથી આવતી GJ.08.FA.1222 બ્રેઝા કારે અકસ્માત સર્જતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પીટલ ખસેડાયા
સરસ્વતી તાલુકાના કોઈટા ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાટણ તરફથી આવી રહેલી બ્રેઝા કારે રોડ કિનારે પાર્ક કરેલી ઇકો કાર અને એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પાર્ક કરેલું બાઈક દૂર ફેંકાઈ ગયું હતું. ઇકો કાર ઘસડાઈને પલટી મારી ગઈ હતી અને બ્રેઝા કાર તેની ઉપર ચડી ગઈ હતી.
આ અકસ્માતમાં ઇકો કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બ્રેઝા કારમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





