રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા14 મે, 2026| Super Admin

ડીસામાં ૧૦૦થી વધુ ગેરકાયદે શોપિંગ સેન્ટરોનો રાફડો: પાલિકાની મીલીભગત?

ડીસામાં ૧૦૦થી વધુ ગેરકાયદે શોપિંગ સેન્ટરોનો રાફડો: પાલિકાની મીલીભગત?

પાર્કિંગ અને માર્જિનના નિયમોના ધજાગરા ઉડાવી મસમોટા કોમ્પ્લેક્સ ઉભા કરાયા

બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી અને​મુંબઈ જેવી ગતિએ વિકસી રહેલા ડીસા શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી છે. શહેરના વિકાસની આડમાં કેટલાક બિલ્ડરો રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછામાં નિયમોને નેવે મૂકી રહ્યા છે. જેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે.

મળતી વિગતો મુજબ, ડીસા નગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ થી વધુ શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા છે, છતાં તંત્ર માત્ર 'નોટિસ' આપીને સંતોષ માની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.​નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામની શરૂઆતમાં નોટિસ ફટકારવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ચર્ચાઈ રહ્યું છે કે આ નોટિસો માત્ર વહીવટી સંતોષ અથવા તો 'પત્રમ પુષ્પમ' કરવા માટેના હથિયાર તરીકે વપરાય છે. જેના પરિણામે, નોટિસ મળ્યા બાદ પણ બાંધકામો અટકવાને બદલે મસમોટી બિલ્ડિંગો તૈયાર થઈ જાય છે.

​તાજેતરમાં જલારામ મંદિર સામે નેશનલ હાઇવે પર આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સનું ગેરકાયદેસર બાંધકામ વિવાદમાં આવ્યા બાદ, શહેરના અન્ય કોમ્પ્લેક્સની પોલ પણ એક પછી એક ખુલી રહી છે. અનેક જગ્યાએ પાર્કિંગનો સદંતર અભાવ છે, તો ક્યાંક માર્જિનની જગ્યામાં બાંધકામ કરી દેવાયું છે. કેટલીક બિલ્ડિંગો તો સ્ટેટ કે નેશનલ હાઇવેની જમીન પર પણ દબાણ કરી ઉભી કરી દેવાઈ છે.

​બિલ્ડરો નકશા વિરુદ્ધનું બાંધકામ કરીને દુકાનો અને મકાનો પધરાવી દે છે. જ્યારે કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરે ત્યારે ભાંડો ફૂટે છે, પરંતુ ત્યાં સુધીમાં બિલ્ડર પ્રોપર્ટી વેચીને છટકી ગયો હોય છે. અંતે, કાયદેસરની કાર્યવાહી અને નુકસાન વેઠવાનો વારો સામાન્ય પ્રોપર્ટી ધારકોનો આવે છે.​માત્ર શોપિંગ સેન્ટરો જ નહીં, પણ સોસાયટીઓમાં પણ પ્લોટોના દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડ્યુટીની મોટી ચોરી કરવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંદાજે ૧૦૦ કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ચોરીથી સરકારી તિજોરીને સીધું નુકસાન થઈ રહ્યું છે​.છેલ્લા ૩ વર્ષમાં ૧૦૦ થી વધુ કોમ્પ્લેક્સને નોટિસ અપાઈ, પણ એક પણ સીલ ન થયું.

​ગ્રાહકોને અંધારામાં રાખી નકશા વિરુદ્ધના બાંધકામો વેચી દેવાયા છે ત્યારે ​હવે જોવાનું એ રહે છે કે, શું નગરપાલિકા આ ગેરકાયદેસર શોપિંગ સેન્ટરોનું સર્વે કરી બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરશે કે પછી 'પત્રમ પુષ્પમ' ની પરંપરા ચાલુ રાખી શહેરના આયોજનબદ્ધ વિકાસનું બલિદાન અપાશે ?

સંબંધિત સમાચાર