પાલનપુરના ખાનગી દવાખાનામાં સારવાર માટે આવેલા એક દર્દી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર બે શાતિર ગઠિયાઓને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને બહુ મોટી સફળતા મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વડગામ તાલુકાના પેપોળ ગામનો એક વ્યક્તિ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. આ દરમિયાન બે ભેજાબાજ ગઠિયાઓએ આ દર્દીનો સંપર્ક કર્યો અને 'અમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે' તેમ કહી સસ્તામાં સોનું આપવાની લાલચ આપી હતી. ગઠિયાઓએ પહેલા અસલી સોનાના પારા બતાવીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો અને બાદમાં પિત્તળનો સોનેરી હાર પધરાવીને ફરિયાદી પાસેથી રૂપિયા ૨.૨૦ લાખની રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા.છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ પોલીસનો સંપર્ક કરતાં જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને પાલનપુરના ખોડીયારનગર મોચીવાસ વિસ્તારના બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈની સંપૂર્ણ ૨.૨૦ લાખની રકમ પણ રિકવર કરી લીધી છે.
પાલનપુરમાં સસ્તા સોનાની લાલચ આપી ₹2.20 લાખ પડાવતી ખોડીયારનગરની ગેંગ પકડાઈ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વની માંગ સાથે ઠાકોર સમાજની વિશાળ રેલી
2 દિવસ પહેલા
બનાસકાંઠાભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા કામોનું ખાતમુહૂર્ત
3 દિવસ પહેલા
