રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં ‘સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ’ નો ભવ્ય શુભારંભ

ડીસામાં ‘સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ’ નો ભવ્ય શુભારંભ
 ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે અર્થતંત્રને વેગ મળશે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા સ્થાનિક કલાકારો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. ડીસાના આંગણે “હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી” ના ઉમદા સંકલ્પ સાથે ‘સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભાજપના અગ્રણીઓ અને પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહ્યા હતા. ​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી આ મેળામાં બનાસકાંઠાના સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલા, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાયું છે. રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને ઘર સજાવટની આકર્ષક સામગ્રી સુધીની તમામ વસ્તુઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ ના અભિગમ સાથે અહીં ઉપલબ્ધ કરાવાઈ છે.​આ મેળાની વિશેષતા એ છે કે અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ નાગરિકો માટે મનોરંજન અને જ્ઞાનનો સમન્વય પણ છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે દેશભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ બાબતે નીતાબેન ઠક્કરે (પાલિકા પ્રમુખ) જણાવ્યું હતું કે, “જ્યારે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે આપણે આપણા જ કોઈ ભાઈ કે બહેનના ઘરમાં આજીવિકાનો દીવો પ્રગટાવીએ છીએ.” ​જ્યારે નગરપાલિકાના  ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય હેતુ શહેરના અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત ભૌતિક સુવિધાઓની સાથે નાગરિકોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે દિશામાં આ એક મહત્વનું કદમ છે.આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર, રસીકજી ઠાકોર સહિત ભાજપના વિવિધ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર