રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2024| Super Admin

જુનાડીસાના જનક ફીડરના ખેડૂતોને રાત્રે વિજ પુરવઠો અપાતા રોષ

જુનાડીસાના જનક ફીડરના ખેડૂતોને રાત્રે વિજ પુરવઠો અપાતા રોષ
ખેડૂતોને દિવસના શેડ્યુલમાં થ્રિ ફેજ વીજ પુરવઠો આપવાની માંગ રાજ્ય સરકાર ખેડૂતોને પડતી હાલાકી નિવારવા કટિબદ્ધ છે.તેથી રાત્રીના સમયે ખેતી વિષયક અપાતો થ્રિ ફેજ વીજ પુરવઠો હવે દિવસે બે પાળીમાં અપાશે તેવું જાણવા મળી રહ્યું છે.પણ આ બાબતે હજુ સુધી અમલીકરણ થયેલ ન હોવાથી વીજ કંપની દ્વારા રાત્રીની શેડ્યુલમાં જ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે.જેથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં જુનાડીસાના ખેડૂતોની વાત કરીએ તો જનક ફીડરમાં આવતા ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ૮.૩૦ થી ૪.૩૦ ના શેડ્યુલ મુજબ વીજ પુરવઠો આપતા ખેડૂતો હાલાકીમાં મુકાયેલ છે. ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા ૮ કલાક વીજળી આપવામાં આવે છે. જેમાં રાત્રીના ૮. ૩૦ થી ૪.૩૦ સુધીનો વીજ પુરવઠો છેલ્લા કેટલાક સમયથી જનક ફીડરના ખેડૂતોને અપાય છે.જ્યારે અમુક સ્થળોએ સવારના ૪.૩૦ થી બપોરે.૧૨.૩૦ સુધી અને બપોરે ૧૨.૩૦ થી મોડી સાંજના ૮.૩૦ સુધીના શેડ્યુલ મુજબ  વીજ પુરવઠો અપાઇ રહ્યો છે. ત્યારે જનક ફીડરના ખેડુતોને માત્ર રાત્રીના સમયે જ વીજ પુરવઠો મળતો હોઇ ખેડૂતો ઠંડીની સીઝનમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.જેને લઈ ખેડૂત આલમમાં અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર