રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
35 ને બદલે 30 કિલો બોરીની ભરતી કરવાની માંગ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે.રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવ (રૂ.1452) ને બદલે ખુલ્લા બજારમાં રૂ.1000 થી 1100 માં વેચવો પડે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કોથળામાં પણ 35 કિલો મગફળી સમાતી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે અન્ય જિલ્લાઓમાં 30 થી 32 કિલોની ભરતી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે તાત્કાલિક અસરથી 30 કે 32 કિલોની ભરતીથી ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો રિજેક્ટ થયેલો તમામ મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલો કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર