રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલની બદલી નવા અધિકારી તરીકે કે.એલ.ગઢવીની નિમણૂક

ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલની બદલી નવા અધિકારી તરીકે કે.એલ.ગઢવીની નિમણૂક

ડીસાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલની વડોદરા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા, તેમનો વિદાય સમારંભ ડીસાની સ્પાર્કલિંગ હોટલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી, ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી નેહાબેન પંચાલની ડીસામાં ફરજ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરી અને કુશળ વહીવટી અધિકારી તરીકેની સેવાઓને આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બિરદાવી હતી. તેમના સન્માનમાં ફુલ, શ્રીફળ અને મોમેન્ટો અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. નેહાબેન પંચાલે ડીસા ખાતેના તેમના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે તેમને તમામ લોકો તરફથી કામગીરીમાં ખૂબ જ સારો સહકાર મળ્યો છે. તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નેહાબેન પંચાલની વિદાયથી ડીસાના વહીવટી તંત્રમાં એક ખાલીપો વર્તાશે, પરંતુ તેમની ઉત્તમ સેવાઓ હંમેશા યાદ રહેશે.

સંબંધિત સમાચાર