થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે યુવતીના મૃતદેહ મળ્યા છે. મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અજાણી બે યુવતીના મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો દૌર શરુ થયો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. અને ઘટનાનું કારણ જાણવા માટે સ્થાનિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતક યુવતીઓમાં વાવ તાલુકાના ખીમાણાવાસની 23 વર્ષીય રેખાબેન માજીરાણા અને ડીસાની 18 વર્ષીય આરતીબેન ઠાકોર છે. બંને યુવતીઓ અપરણિત હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. બંને યુવતીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે મૃતદેહોને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યા છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મોતનો સિલસિલો યથાવત; મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે યુવતીના મૃતદેહ મળ્યા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#tharad#Vav taluka#Investigation#police investigation#Narmada canal#Community Response#Local Tragedy#Death Streak#Mahajanpura Pumping Station#Unidentified Bodies
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
