રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ
મહા મેળાના ચોથા દિવસે અત્યારસુધી ૧૧ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ:- જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાનો આજે ચોથો દિવસ છે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ ૨૭ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. ૭૦૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે.કે.ચૌધરીએ જણાવ્યું કે, ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ ૬૫૧ ઘાણ પ્રસાદ તૈયાર કરાઈ છે. ૮૦ ગ્રામના કુલ ૨૫ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહા મેળાનો આજે ચોથો દિવસ છે અને માઁ અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યારસુધી ૧૧ લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે. તમામ માઇભક્તોને માઁ અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પુરતી વ્યવસ્થા કરાઈ છે. ૭૦૦ થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે. અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ - ૨૭ જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદ વિતરણની કામગીરી ચાલુ છે. માઁ અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો; ભાદરવી પૂનમ મહા મેળામાં અંબાજી પ્રસાદ ઘરમાં ૭૦૦ થી વધુ આદિવાસી બાંધવો માઁ અંબાના મનભાવન મોહનથાળ પ્રસાદની તૈયારીમાં જોડાયા છે. પુરુષો પરંપરાગત લોકગીતો ગાઈ પ્રસાદ બનાવે છે તો મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમી ભક્તિમાં લીન થાય છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના લહેરાતા સ્વરો થકી માઁ અંબેના પ્રસાદને અનોખી મીઠાસ અને ભક્તિનો સુગંધિત સ્પર્શ આપે છે.

સંબંધિત સમાચાર