રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

21મી સદીમાં પણ ધાર્મિક પરંપરાને અનુસરતું ચડોતર ગામ; રક્ષાબંધનની આગલા દિવસે ઉજવણી

21મી સદીમાં પણ ધાર્મિક પરંપરાને અનુસરતું ચડોતર ગામ; રક્ષાબંધનની આગલા દિવસે ઉજવણી

સમગ્ર દેશમાં જયારે શ્રાવણી પૂનમે "રક્ષા બંધન"નો તહેવાર ઉજવાય છે. ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર નામનું એક એવું ગામ આવેલું છે. જ્યાં વર્ષોજૂની પરંપરા મુજબ આજે પણ "રક્ષાબંધન" પર્વની ઉજવણી પૂનમના આગલા દિવસે કરવામાં આવે છે. નારિયેળી પૂનમ એટલે કે, "બળેવ"ના દિવસે ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક સમા "રક્ષાબંધન" નું પર્વ ઉમંગભેર ઉજવાય છે. ત્યારે આજના હાઈટેક યુગમાં પણ વર્ષોજૂની માન્યતાને આધારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં "રક્ષાબંધન" પર્વની ઉજવણી બળેવના આગલા દિવસે કરવામાં આવે છે. કહેવાય છે કે, વર્ષો પૂર્વે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. ત્યારે પંડિતો એ બળેવના આગલા દિવસે ગામની કુવાસીઓને બોલાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાથી માતાજીનો કોપ ઉતરી જશે. તેવી સલાહ આપી હતી. જે પ્રથા આજે પણ બરકરાર રહી હોવાનું ચડોતર ગામના મહારાજ કાંતિલાલ રાવલે જણાવ્યું હતું. જોકે, માતાજીના કોપ રૂપે ચાલી આવતી પ્રથા ગામની પુત્રવધુઓ માટે ખુશી આપનારી બની રહી છે. બળેવના આગલા દિવસે સાસરિયામાં અને બળેવના દિવસે પિયરમાં સહ પરિવાર રક્ષાબંધન ની ઉજવણી કરવાનો તેઓને લ્હાવો મળતો હોવાનું અલ્પાબેન અને દ્રષ્ટિ સોનીએ જણાવ્યું હતું. આમ, આજના ઇન્ટરનેટ અને હાઇટેક્નોલોજીના યુગમાં પણ લોકોનો ધાર્મિક માન્યતાઓ પરનો વિશ્વાસ ડગ્યો નથી. જે ચડોતર ગામના ગ્રામજનો પુરવાર કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર