રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જૂન, 2025| Super Admin

આજથી બનાસકાંઠા ગ્રામ પંચાયતોની ચૂંટણીની વિધિસર શરૂઆત

આજથી બનાસકાંઠા ગ્રામ પંચાયતોની ચૂંટણીની વિધિસર શરૂઆત
બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ કરાશે જિલ્લાના તમામ 14 તાલુકાઓની 385 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 231 પંચાયતોમાં પેટા ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતમાં મધ્યસ્થ સત્ર  ચૂંટણી યોજાશે આજથી 9 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે : 10 જૂને ફોર્મ ચકાસણી અને 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ બનાસકાંઠા સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે 2 જૂનથી જાહેરનામું પ્રસિધ્ધ કરાશે. જેની સાથે જ ચૂંટણીની વિધિસર શરૂઆત થઈ જશે.બનાસકાંઠા જિલ્લામાં પોણા ત્રણ વર્ષના વિલંબ બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી હોવાથી જિલ્લા ચૂંટણી તંત્રે જિલ્લાની 617 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવા સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય,વિભાજીત અને ખાલી પડેલ પંચાયતોની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ચૂંટણીની તારીખોનું એલાન કરાયું હતું. જેનું આજે બીજી જૂનના રોજ વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરાશે.આ સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે.ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે. અને 25 જૂને મત ગણતરી હાથ ધરાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. બનાસકાંઠામાં મુદત પૂર્ણ રહેલી 215 ગ્રામ પંચાયતોની સામાન્ય, 171 વિભાજિત ગ્રામ પંચાયતો, 230 ગ્રામ પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને વિસર્જન થયેલ 1 ગ્રામ પંચાયત મળી કુલ 617 ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ  થતા જ આદર્શ આચારસંહિતાના અમલ સાથે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ રાજકીય ગરમાવો છવાવા લાગ્યો છે. ગત ચૂંટણી કરતાં આ વખતે વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી સંભાવના; સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત પર વિશેષ ભાર અપાય છે, સમરસ ગ્રામ પંચાયતને વિકાસ માટે  વિશેષ ગ્રાન્ટ પણ અપાતી હોય છે, પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયતને એક લાખ, બીજી વખત સમરસને બે લાખ, ત્રીજી વખત સમરસને ત્રણ લાખ અને જો ચોથી વખત સમરસ થયેલ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સાથેની બોડી હોય તો કુલ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેથી જિલ્લા ચૂંટણી તંત્ર ગ્રામીણ કક્ષાએ વાદ વિવાદની સમસ્યા ટાળવા અને ગ્રામીણ એકતાને વધુ મજબૂત કરવા આ વખતે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ખાસ ભાર આપી રહ્યું છે.

સંબંધિત સમાચાર