રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની વરણી : કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની વરણી : કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કમાન સંભાળતા આવનારા સમયમાં મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં મજબૂતી આવે તેવા એંધાણ વાર્તાઈ રહ્યા છે.  મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા શહેરમાં આવેલ અર્બુદા ભવન હોલમાં પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ દૂર દૂરથી હાજર રહ્યાં હતા. બળદેવજી ઠાકોરને ફુલહાર અને શાલ પહેરાવી શુભેછા પાઠવી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પદગ્રહણ સમારોહમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા,જેમાં ભાજપના સત્તાધીશોએ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને વાચા આપી છે ને દરેક બહાર પડતા ટેન્ડરોમાં ભ્રષ્ઠાચાર આચરીને જનતાને નુકશાન પહોંચાડયું છે. બ્રિજ પાડવાની ગંભીર ઘટનાઓ બને છે. તેનો ભોગ હંમેશા ભોળી જનતા બનતી હોય છે તેમ જણાવી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ભાજપને આડે હાથે લેતા કહ્યું હતું કે ઠેર ઠેર ભાજપ સરકારના રાજમાં દારૂ જુગારના અડ્ડા ધમ ધમે છે. છતા પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમાં પણ ભાજપે ભ્રષ્ટાચારને લઈને માજા મૂકી છે. નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજીએ પોલીસ ખાતા પર ભ્રષ્ટાચારને લઈને આકરું વલણ દર્શાવતા કહ્યું હતું કે પોલીસનું કામ કાયદો અને કાનૂન સાચવવાનું છે, નહીં કે ચૂંટણીમાં ભાજપના કહેવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પર નજર રાખી ભાજપની ચાપલુસી કરવાનું. કાયદો ને વ્યવસ્થાને જાળવી રાખવાનું કાર્ય પોલીસ તંત્રનું છે જે અત્યારે વ્યર્થ નીવડી રહ્યું છે જેના કારણે હાલના તબક્કે ભાજપનો ભ્રષ્ટાચાર તેની ચરમ સીમાએ પહોચ્યો છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા રખડી પડી છે. ભાજપના ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોરની નિમણૂક કરવામાં આવતાં ભાજપમાં મોટાપાયે ભાંગણ થવાની સંભાવના વધી જાય તો નવાઈની વાત નથી. બની શકે છે કે ભાજપના ગઢમાં ગાબડું પડી શકે છે. જોકે મહેસાણા જિલ્લા પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની નિમણૂક થતાં ભાજપના નેતાઓ અને આગેવાનોને એકવારના વિચારતા કરી દીધા છે તેનું મુખ્ય એક કારણ એવું પણ તારવવામાં આવી રહ્યું છે કે મહેસાણા જિલ્લામાં ઠાકોર સમાજના મતદાતાઓ મોટી સંખ્યામાં છે જેમાં કોંગ્રેસના પ્રમુખ પદે બળદેવજી ઠાકોરને નિમણૂક કરવામાં આવતા ઠાકોર સમાજના વોટ વિભાવજીત થઈ શકે છે. અને જો ઠાકોર સમાજના વોટ એક તરફી થઈ જાય તો ભાજપને ઠાકોર સમાજની વોટ બેંકમાં સારું એવું નુકશાન થઈ શકે તેમ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર