રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં તળાવોના દબાણો દૂર કરવાની માંગ : તળાવમાં પાણી નાંખવાની યોજના દબાણોને કારણે નિષ્ફળ નીવડે તેવી સંભાવના

પાલનપુરમાં તળાવોના દબાણો દૂર કરવાની માંગ : તળાવમાં પાણી નાંખવાની યોજના દબાણોને કારણે નિષ્ફળ નીવડે તેવી સંભાવના
મલાણી સાઈઠના ગામોના તળાવમાં દબાણોને કારણે કસરા- દાંતીવાડા પાઇપ લાઇન યોજના ફળીભુત ન થાય તેવી વકી પાલનપુર પંથકમાં મલાણી સાઈઠ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે તળાવો ભરવા માટે કસરા-દાંતીવાડા પાણીની પાઇપ લાઇન મંજુર કરી છે. જોકે, ગામના તળાવોમાં દબાણો હોઈ પાણી ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડુતો ઝઝૂમી રહ્યા છે. ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ જાય છે. આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા- દાંતીવાડા પાઇપ લાઇન મંજુર કરી છે. જે પાઇપ લાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે. જેથી પાણીના તળ ઊંચા આવશે. પરંતુ મલાણી સાઈઠ વિસ્તારના 15 થી 20 ગામોમાં નામના જ તળાવ છે. તળાવોમાં દબાણો હોઈ સરકારની તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી અને મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરી છે. જેને લઈને દબાણોનો સર્વે પણ હાથ ધરાયો હતો. પણ દબાણો દૂર થયા નથી. ગામમાં તળાવો બોલે છે. પણ દબાણોને પગલે ક્ષેત્રફળ મુજબ તળાવો ન હોઈ નામના તળાવો રહી ગયા છે. જેથી સરકારની તળાવો ભરવાની યોજના ફેલ જાય તેમ હોઈ સત્વરે દબાણો દૂર કરવાની માંગ જોર પકડી રહી હોવાનું સામાજિક કાર્યકર હરિભાઈ પંચાલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર