રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 માર્ચ, 2026| Super Admin

ડીસા નગરપાલિકાની કડક કાર્યવાહી : બાકી વેરો ન ભરતાં બાકીદારો સામે લાલ આંખ

ડીસા નગરપાલિકાની કડક કાર્યવાહી : બાકી વેરો ન ભરતાં બાકીદારો સામે લાલ આંખ
ચંદ્રલોક રોડ સહિતના શોપિંગ સેન્ટર અને રીસાલા બજારમાં મિલકતો સીલ કરાઈ ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાલિકાની આવક વધારવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા બાકીદારો સામે પાલિકાના ચીફ ઓફિસરના આદેશથી કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના ચંદ્રલોક રોડ પરના શોપિંગ સેન્ટર સહિત રીસાલા બજાર વિસ્તારમાં બાકીદારોની  મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેને લઇને બાકીદાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. ​પાલિકાની આ કાર્યવાહીને જાગૃત નાગરિકો આવકારી રહ્યા છે. તેમનું માનવું છે કે જો વેરો સમયસર વસૂલવામાં આવશે, તો જ શહેરમાં સફાઈ, લાઈટ અને રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં સુધારો થઈ શકશે. નિયમિત વેરો ભરતા કરદાતાઓ માટે આ એક ન્યાયી પ્રક્રિયા છે, કારણ કે બાકીદારોને કારણે ઘણીવાર વિકાસના કામો અટકી પડતા હોય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૧૩૩ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી વહીવટી તંત્રની મક્કમતા દર્શાવે છે ​બીજી તરફ, આ આકસ્મિક સીલિંગની કાર્યવાહીને કારણે મિલકત ધારકોમાં ચિંતા અને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આર્થિક મંદી અથવા અન્ય કારણોસર વેરો ભરવામાં વિલંબ થયો હોઈ શકે છે, ત્યારે સીધી મિલકત સીલ કરવાને બદલે હપ્તા પદ્ધતિ કે અન્ય કોઈ રાહત આપવી જોઈએ. આ ઉપરાંત, મિલકતની જાહેર હરાજી કરવાની ચીમકીને લઈને મધ્યમ વર્ગના પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.    

સંબંધિત સમાચાર