રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના રોબસ મોટીના મિત્રએ ઉછીના નાણાં પરત ન આપતાં કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી

ડીસાના રોબસ મોટીના મિત્રએ ઉછીના નાણાં પરત ન આપતાં કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી
આરોપી ચેકની રકમ 60 દિવસમાં ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદ ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે રહેતાં પરેશકુમાર દરગાજી કચ્છવા (માળી) ખેતી અને વેપારનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ડીસા તાલુકાના રોબસ મોટીના ભરતજી હેમરાજજી મકવાણા ખેતી અને બેંકોનું કામ કરે છે. જેમાં આરોપી અને ફરિયાદી એકબીજાને ઓળખતાં હોઇ ફરિયાદી અને આરોપી વચ્ચે ગાઢ મિત્રતાના સબંધો સ્થાપિત થયા હતા. જેમાં આરોપી ફરિયાદીના મિત્ર હોઇ આરોપીને સપ્ટેમ્બર-૨૦૨૩ માં લોન ભરવા માટે રૂ. ૫,૦૦,૦૦૦ ની જરૂર હોઇ આરોપીએ ફરિયાદી પાસે હાથ ઉછીનાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ આરોપીને રૂ.૫,૦૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. આરોપી ફરિયાદીના મિત્ર હોઇ જેથી ફરિયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખ્યો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ફોન પે દ્વારા રૂ. ૪૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા અને બાકીની રકમ રૂ. ૪,૬૦,૦૦૦ ચૂકવવા માટે આરોપીએ બે માસમાં ચૂકવી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને આપેલ સમય અનુસાર ફરિયાદીએ આરોપી પાસે રૂ. ૪,૬૦,૦૦૦ ની વારંવાર ઉઘરાણી કરતાં આરોપીએ રકમ ચૂકવવા માટે બેંક ઓફ બરોડા-ડીસા મુખ્ય શાખાનો ચેક તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ રૂ. ૪,૬૦,૦૦૦ નો ચેક સહી કરીને આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેંક ઓફ ઇન્ડીયા-ડીસા શાખામાં ભર્યો હતો અને ચેક આરોપીના ખાતામાં કલીયરીંગ અર્થે જતાં ચેક "પેમેન્ટ સ્ટોપડ બાય ડ્રોઅર" ના શેરા સાથે તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ પરત  ફર્યો હતો. જેથી ભરતજીએ ખોટો ચેક આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી તેઓએ તેમના વકીલ મારફતે ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ડીસાની મહેરબાન એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના માહીરશાદ એન. સૈયદે ફરિયાદી પક્ષના વકીલ એસ. જે. ગળચોર (પ્રકાશ રબારી-ઝેરડા) ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી ભરતજી હેમરાજજી મકવાણાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 60 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.      

સંબંધિત સમાચાર